રામાયણ અને મહાભારત કાળ દરમિયાન પારમાણ્વિક પ્રભાવવાળા મહાવિનાશકારી અસ્ત્રો અને શસ્ત્રો અસ્તિત્વ ધરાવતા હતાં
રામાયણ અને મહાભારત કાળ દરમિયાન પારમાણ્વિક પ્રભાવવાળા મહાવિનાશકારી અસ્ત્રો અને શસ્ત્રો અસ્તિત્વ ધરાવતા હતાં!
દુ નિયાનો સૌથી પહેલો એટમ બોમ્બ બન્યો એનું પરીક્ષણ ૧૬ જુલાઈ ૧૯૪૫ના રોજ સવારે ૫ વાગે ૨૯ મિનિટે અને ૪૫ સેકન્ડે લોસ એલામોસથી ૨૧ માઇલ દૂર દક્ષિણમાં આવેલા વેરાન મેદાનોમાં કરાયું હતું. લોસ એલામોસ લેબોરેટરીના હેડ, ફાધર ઑફ એટમબૉમ મેનહટ્ટન પ્રોજેક્ટ, વર્લ્ડ વોર- સેકન્ડના ઉપરી જુલિયસ રોબર્ટ ઓપનહાઇમર (Julius Robert Oppenheimer) આ ટ્રિનિટી ટેસ્ટ ઇન ન્યૂ મેક્સિકોના અગ્રિમ વિજ્ઞાાની હતા. જુલિયસ ઓપનહાઇમર અમેરિકાના બર્કલીમાં આવેલી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ભૌતિક વિજ્ઞાાનનો પ્રોફેસર, થિયારિટિકલ ફિઝિસિસ્ટ હતા. પ્રથમ ન્યૂક્લિયર વિસ્ફોટના આ પ્રસંગે ટાર્ગેટ તરીકે રખાયેલ સો ફૂટ ઊંચો લોખંડનો થાંભલો બળીને ભસ્મીભૂત થઈ ગયો એ એનું નાનું પણ મહાવિધ્વંસક પરિણામ જોઈને ઓપનહાઇમર શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનો બારમો અને બત્રીસમો શ્લોક બોલી ઉઠયા હતા –
‘દિવિ સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા । યદિ ભાઃ સદ્રશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્માનઃ ।।If the radiance of a thousnand suns were to burst at once into the sky, that Would be like the splender of might one.’ (જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એકાએક એક જ સમયે પ્રકાશી ઉઠયું હોય તો તે (વિશ્વરૂપ) પરમાત્માની તેજ જેવું કંઈક થાય.) ‘કાલો।સ્મિ લોકક્ષયકૃત્યવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।’ હું લોક (જગત)નો નાશ કરનારો છું. લોકોનો સંહાર કરવા અહીં પ્રવૃત્ત થયેલો છે.) એમની આર્ષ વૈજ્ઞાાનિક ભવિષ્યવાણી સાચી પડી. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર ૬ ઑગસ્ટ અને ૯ ઑગસ્ટે એટમબોંબ ફેંક્યા એનાથી ૧,૨૯,૦૦૦ અને ૨૨૬,૦૦૦ લોકોનુંં મરણ થયું.
જુલિયસ રોબર્ટ ઓપનહાઇમર કહેતા હતા કે ભારતના વેદો- ઉપનિષદો- ગીતા વગેરે મહાન ગ્રંથોથી પરિચિત હોવાને કારણે અર્વાચીન વિજ્ઞાાનના ક્ષેત્રે જે સંશોધનો થાય છે એનાથી મને કોઈ અચરજ થતું નથી. એટલે જ તેમણે લખ્યું હતું – Access to the vedas is the greatest Privilege this country man claim over all previous centuries’
પ્રાચીન કાળમાં વિજ્ઞાાન અનેક ક્ષેત્રે વ્યાપેલું હતું. યુદ્ધ વખતે ઉપયોગમાં લેવાતા અસ્ત્ર- શસ્ત્રો પણ આજના અસ્ત્ર- શસ્ત્રો કરતા વધારે ચડિયાતા હતા. રામાયણ અને મહાભારત તથા ભાગવત જેવા પુરાણોમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન વિષ્ણુનું પ્રિય આયુધ સુદર્શન ચક્ર છે. તેને ભગવાનના હાથની પ્રથમ આંગળી તર્જનીમાં રહેલું દર્શાવાય છે. શાસ્ત્રો અનુસાર એનું નિર્માણ ભગવાન શિવજીએ કરેલું. એને પ્રાપ્ત કરવા ભગવાન વિષ્ણુએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ એમને વરદાનરૂપે આ અસ્ત્ર આપ્યું હતું. જરૂરત પડી એટલે ભગવાન વિષ્ણુએ તે દેવી પાર્વતીને આપી દીધું હતું. પછી ભગવાન શ્રીકૃષ્ણ પાસે તે પાર્વતી દેવીની કૃપાથી આવ્યું હતું. સતત ગતિ કરતા સુદર્શન ચક્ર પાછળ ‘સુપર કન્ડક્ટિવિટી’નો સિદ્ધાંત રહેલો છે.
સુદર્શન ચક્ર
સુદર્શન ચક્ર એવું અસ્ત્ર હતું કે જેને છોડયા પછીતે એના લક્ષ્યનો પીછો કરતું અને એનો નાશ કર્યા બાદ પાછું એના માલિક પાસે આવી જતું. અત્યારના કમ્પ્યુટરાઇઝ્ડ અસ્ત્રોની જેમ તે સ્વયં સંચાલિત હતું એમના કરતા એની વિશેષતા એ હતી કે તે છોડયા પછી પાછું આવતું, છૂટયા પછી જરૂર લાગે તો તેને અટકાવી શકાતું. એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી એ ગમે તેટલી વખત ઉપયોગમાં લઈ શકાતું ! આજના અસ્ત્ર માત્ર સંહાર કરે છે. સુદર્શન ચક્ર સંહાર, રક્ષણ, પ્રકાશ- સ્મરણ વગેરે કરી શકતું. તે ચેતનાના તેજસ્ તત્ત્વથી સંચાલિત થતું હતું. શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના આઠમા અધ્યાયના બારમા શ્લોકમાં કહેવાયું છે – ‘સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનાં રક્ષાં વ્યધાદ્ધિભુઃ’ પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી પાંડવો તરફ આવતા બાણો થકી તેમની રક્ષા કરી. અગ્નિચક્ર જેવા ઘૂમતા તેજોવર્તુળની જેમ સુદર્શન ચક્ર પાંચે બાણ અને પાંડવોની વચ્ચે સતત ફરતું રહ્યું અને તેમને રક્ષતું રહ્યું.’ આમ તે રક્ષણ કરતા કવચનું પણ કામ કરતું.
આધુનિક યુગમાં ગાઇડેડ મિસાઇલ જે કામ કરે છે એવું જ કામ સુદર્શન ચક્ર કરતું. પરંતુ તેની વિશેષતા એ હતી કે તે પ્રહાર, સંહાર ઉપરાંત બીજા કાર્યો માટે પણ ઉપયોગમાં આવતું હતું. સુદર્શન ચક્રની જેમ ભગવાન નારાયણ, શ્રી હરિનું નારાયણાસ્ત્ર નામનું પણ અમોઘ શસ્ત્ર હતું. બાણાસુરને બચાવવા ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન શિવે છોડેલા બ્રહ્માસ્ત્ર અને પાશુપતાસ્ત્રને ભગવાન શ્રીકૃષ્ણે આ નારાયણાસ્ત્રથી શાંત, પ્રભાવહીન કરી દીધા હતા.
બ્રહ્માસ્ત્ર
બ્રહ્માએ બનાવેલું ‘બ્રહ્માસ્ત્ર’ પણ ગાઇડેડ મિસાઇલ જેવું અમોઘ અસર ઉત્પન્ન કરનારું પ્રક્ષેપાસ્ત્ર હતું જે પારમાણ્વિક વિસ્ફોટ જેવી અસર પણ પેદા કરી શકતું. એનો ઉપયોગ કરનાર લક્ષ્યને ભેદ્યા પહેલાં એને પાછું વાળી શકતો. દ્રોણાચાર્યે અર્જુનને એનું જ્ઞાાન આપ્યું હતું. પણ એમનો પુત્ર અશ્વત્થામા અધિકારી નહોતો એટલે એને પાછા વળવાનું જ્ઞાાન આપ્યું નહોતું. એ અધૂરા જ્ઞાાનને લીધે એનો દુરૂપયોગ ન કરે એમ વિચારીને તેમણે તેમ કર્યું હતું. મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે – ‘જ્યાં બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે ત્યાં બાર વર્ષ સુધી જીવ-જંતુ, વૃક્ષ- વનસ્પતિ કશું ઉત્પન્ન થઈ શકતું નહોતું.’ રામાયણમાં ઉલ્લેખ છેકે મેઘનાદ (ઇન્દ્રજિત) સાથે યુદ્ધ કરતી વખતે લક્ષ્મણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની ઇચ્છા કરી ત્યારે ભગવાન રામે તેને અટકાવીને કહ્યું હતું કે તેમ કરવાથી આખી લંકાનો નાશ થઈ જશે.’
ત્રિશૂળ
ભગવાન શિવનું ત્રિશૂળ એક અમોઘ શસ્ત્ર છે તેમ તેમનું ચાર શૂળવાળું પાશુપત અસ્ત્ર પણ અત્યંત શક્તિશાળી છે. તે એક પ્રકારનું બ્રહ્મશિર અસ્ત્ર છે જે બ્રહ્માસ્ત્ર કરતા ચારગણું વધારે શક્તિશાળી મનાય છે. મહાભારતના યુદ્ધ પૂર્વે અર્જુને ભગવાન શિવ પાસેથી આ અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. શિવજીએ કિરાતનો અવતાર લઈને પહેલા અર્જુનની પરીક્ષા કરી હતી અને પછી જ તે અર્જુનને આપ્યું હતું તે વખતે તેમણે તેને કહ્યું હતું કે આ અસ્ત્ર કોઈ દેવ, યક્ષ, મનુષ્ય પાસે નથી પાશુપતાસ્ત્ર એ પ્રાચીનકાળનું બાયોલોજિકલ વેપન હતું જે ત્રણેય લોકને એક સાથે નષ્ટ કરવા સમર્થ હતું.
વ્રજ
વૃત્રાસુરને મારવા માટે દધિચિ ઋષિના હાડકામાંથી બનાવવામાં આવેલું વ્રજ પણ એક શક્તિશાળી અસ્ત્ર હતું. આ ઉપરાંત આગ્નેયાસ્ત્ર એવું અસ્ત્ર હતું જે અગ્નિની વર્ષા કરતું. પર્જન્યાસ્ત્ર એવું અસ્ત્ર હતું જે વરસાદ વરસાવતું. વાયવાસ્ત્ર એવું અસ્ત્ર હતું જે પ્રચંડ વાયુ, વાવાઝોડા સર્જતું એ વખતે એક જૃંભકાસ્ત્ર નામનું અસ્ત્ર પણ હતું જે છોડવામાં આવે ત્યારે શત્રુસૈન્યના યોદ્ધાઓને બગાસા આવતા અને ગાઢ નિદ્રામાં સરી જતા. પ્રાચીનકાળમાં દેવો- અસુરો વગેરે પાસે આવા અનેકવિધ અસ્ત્ર- શસ્ત્ર હતા. અસ્ત્ર એને કહેવાય જે હથિયારરૂપે હાથમાં રાખીને પ્રહાર કરાય. આ અસ્ત્ર- શસ્ત્ર ઉપજાવી શકતા. કેટલાક ભયાનક અસ્ત્રથી જીવાણુઓ, વિષાણુઓ ફેલાવીને પણ યુદ્ધ કરાતા અને શત્રુ પક્ષના યોધ્ધાઓનો મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવતો હતો !