જોગીદાસ ખુમાણ
જોગીદાસ ખુમાણના પરમ મિત્ર અને મરદનુ બાચકુ
એટલે રાઠોડ ધાધંલ મિત્રો આ એજ રાઠોડ ધાધંલ નો પાળીયો છે જે આજેય અડીખમ ઊભો છે..ગામ સનાળી મા છે અને બીજો પાળીયો સીમમાં છે આ પાળીયા ઊપર વિશાળ વડલાની છાંયા હતીં જે મે જોયેલી જેમાં રાઠોડ ધાધંલ ની પાઘ ભરાણી હતી હાલમાં વડ નથીં પણ પાળીયો છે.ગામ લોકો થોડું ધ્યાન આપે અથવા તો ધાધંલ શાખના કોઈ ધ્યાન આપે તો ગામમાં વ્યવસ્થિત સ્મારક ઊભું થાય
એક નાની રોઠડની વાત સમય અંગ્રેજ હકુમત ની
પલક વારમાં તો રાઠોડ ધાધલે બરછી ઉપાડીને ઘોડી પલાણી. ઊભે ખેતરે ઘોડી દોડાવી. હાથમાં ઉઘાડી બરછી, દોડતી ઘોડી, અને આપો બૂમ પાડતો આવે : “એં ભણેં લાંક સાઈબ, રે’વા દે ! ગરીબહી કાળો ગજબ કરવો રે’વા દે ! એ… એ અમારો ગામ લુંટી ખાવો રે’વા દે !”
પાળીયા ના દર્શન
દોડીને પહેાંચ્યો લાંક પાસે આડા ફરીને બરછી ઘોંકાવી. બરછી ઘેાંકાવતો ઘેાંકાવતો કહેતો જાય : “એ બાપ લાંક સાઈબ ! રાંકને કાં રોળું નાખ્ય ? આવો કોપ રે’વા દે. ગરીબહી આધા ગઝબ રે’વા દે, રે’વા દે !” કહેતાં કહેતાં બરછી ઘેાંકાવી. લાંકનો ઘોડો સીધો જાતો હતો તે તરત દેરડી તરફ ધસ્યો. ઊભો સીમાડો જતો હતો તે આડો લીધો. અને બીજી બાજુ રાઠોડ ધાધલ બરછી ઘેાંકાવતા આવે : “બાપ, રે’વા દે, કાકા, રે’વા દે.” કહેતા આવે, તેમ તેમ લાંક ડરીને દેરડી તરફ વધુ ને વધુ ખસતો જાય.
બરછીની અણી શરીર પાસે આવતાં તો લાંકને બાયડીછોકરાં સાંભરતાં હતાં. એને ખબર હતી કે કાઠીને બરછી હુલાવી દેતાં કાંઈ વાર નહિ લાગે, પછી સીમાડો સીમાડાને ઠેકાણે રહેશે અને વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે.
પરિણામ એ આવ્યું કે વાવડી ગામથી ઉત્તર-દક્ષિણ સીધો સીમાડો નીકળ્યો જતો હતો, તેમાં બરાબર ખીજડી વળાટતાં જ રાઠોડ ધાધલની બરછી આંબવાથી સીમાડો ઉગમણે (દેરડી તરફ ) તર્યો, બહુ ફેરમાં સીમાડો નખાયો. ઠેઠ રાણસીંકી સુધી ખૂંટ પહોંચી ગયા. સુધાટીંબી સનાળીમાં ભળી ગઈ, અત્યારે પણ ત્યાં જઈને એ ઓચિંતો ફેરફાર નજરો નજર જોઈ શકાય છે. બાંઠિયા કાઠીની આવી કરામતની સાક્ષી પૂરનારી જમીન અત્યારે ત્યાં જોવા જનારને જવાબ વાળે છે.
સનાળી ગામ માટે રાઠોડ ધાધંલે ઘણું જ કર્યું છે જેથી સનાળી એમનું રૂણી રેહશે
સનાળી ગામનાં મારાં બે મિત્ર હતાં જ્યારે હું ૨૦૦૫ માં સનાળી ગયો ત્યારે એક પટેલ ને બીજા ભીખુભા વાળાં જોકે તેઓ આ દુનિયામાં હયાત નથીં પણ થોડાં દિવસ પેહલા સનાળી જવાનું થયું ને આ મરદ પુરૂષનાં પાળીયા ના દર્શન કરી પાવન થયો
…મોસાળે વાળાં મરદ છે કમધ સવાય
…..રાઠાને રણમાય નાઠાની બારી નહીં